ચીખલી તાલુકાની બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા ખાતે આર.એન.જી. પી.આઈ.ટી.બારડોલી કોલેજના આચાર્ય ડૉક્ટર લતેશ ચૌધરી અને ટીમ દ્વારા ધોરણ ૧૧/૧૨ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા વર્કશોપમાં કમિશનર ઓફ સ્કુલ દ્વારા ૨.૦ અંતર્ગત રાજ્યની શાળામાં ૨૦૦૦ વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ હેઠળ પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂા.૨૦,૦૦૦/- ફાળવવામાં આવનાર છે. આ સમગ્ર પોલીસીનુ અમલીકરણ કઈ રીતે કરી શકાય, વિદ્યાર્થીઓ કઈ રીતે સ્ટાર્ટઅપ કરી શકે તેની જાણકારી આપવામાં આવી હતી.
બારડોલીના આર.એન.જી.પી.આઈ.ટી. પાંચ વર્ષથી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે નોડેલ તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી અનેક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સંપન્ન કર્યા છે, તેની જાણકારી આપી હતી શાળાના આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા નવસારી જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર રાજેશ્રી ટંડેલના માર્ગદર્શનથી સમગ્ર જિલ્લાના વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ માટે ઝંપલાવી નોમિનેશન કર્યું છે તેની જાણકારી આપી હતી. ભારત સરકારની આ પોલીસીનો લાભ શાળાકીય વિદ્યાર્થીઓને પ્રાપ્ત થનાર છે, મેક ઇન્ડિયાની દિશામાં આ એક મહત્વનું પગલું બનશે તેમ જણાવી વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પાડયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500