Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ કોરિયાની એક કંપની તેના કર્મચારીઓને બાળક પેદા કરવા પર બોનસ આપશે : ત્રણ બાળકો હશે તો ઘર પણ આપશે, ઓફર પુરુષો અને મહિલાઓ બંને માટે

  • February 08, 2024 

દક્ષિણ કોરિયાની એક કંપની તેના કર્મચારીઓને બાળક પેદા કરવા પર બોનસ આપી રહી છે. જ્યારે પણ કોઈ વર્કરનાં ત્યાં બાળક પેદા થશે તો તેને 100 મિલિયન કોરિયન વોન ($75,000 એટલે કે લગભગ 62.23 લાખ રૂપિયા) મળશે. સિયોલ બેસ્ડ કન્સ્ટ્રક્શન કંપની બૂયંગ ગ્રુપે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે આ ઓફર પુરુષો અને મહિલાઓ બંને માટે છે. કંપની એ કર્મચારીઓને કુલ 7 બિલિયન વોન ($5.25 મિલિયન કે લગભગ ₹43 કરોડ)નું પેમેન્ટ કરશે જેમણે 2021 બાદ 70 બાળકો પેદા કર્યા છે. આ ઓફર તમને વિચિત્ર લાગે પરંતુ દક્ષિણ કોરિયા માટે આ ખતરાની ઘંટી જેવી છે.


કંપનીના ચેરમેન લી જૂંગ કિયૂનના જણાવ્યાં મુજબ આ રકમથી કર્મચારીઓને બાળકોના ઉછેરમાં મદદ મળશે. ત્રણ બાળકોવાળા કર્મચારીઓને એ વિકલ્પ પણ મળશે કે તેઓ કેશ કે ઘરમાંથી કોઈ એક વસ્તુ લઈ શકે. જો સરકાર કન્સ્ટ્રક્શન માટે જમીન આપે તો કંપની ત્રણ બાળકોવાળા કર્મચારીઓને રેન્ટલ હાઉસિંગ પણ આપવા તૈયાર છે. નહીં તો તેમને સવા બે લાખ અમેરિકી ડોલર (લગભગ 1.86 કરોડ રૂપિયા) કેશ આપવામાં આવશે. બૂયંગ ગ્રુપ ઉપરાંત અનેક અ્ય કંપનીઓ પણ બાળકો પેદા કરવા પર અનેક ફાયદા આપી રહી છે. દક્ષિણ કોરિયન સરકારે પણ કેટલીક યોજનાઓ શરૂ કરી છે.


દક્ષિણ કોરિયા સહિત પૂર્વ એશિયાના અનેક દેશ એક પ્રકારના ટાઈમ બોમ્બ પર બેઠા છે. જો ધરમૂળ ફેરફાર નહીં આવે તો ગણતરીના દાયકાઓમાં તેમની વસ્તી વૃદ્ધ થઈ જશે. દક્ષિણ કોરિયાનો ફર્ટિલિટી રેટ (0.78) દુનિયામાં સૌથી ઓછો છે. આગામી વર્ષ સુધીમાં તે વધુ ગગડીને 0.65 થાય તેવી શક્યતા છે. આ જ ઝડપ રહી તો 2100 સુધીમાં દક્ષિણ કોરિયાની જનસંખ્યા ઘટીને અડધી થઈ ફક્ત 2.4 કરોડ રહી જશે. 2022માં 249,000 બાળકોનો જન્મ થયો જ્યારે દક્ષિણ કોરિયાના લેબર માર્કેટને ચલાવવા માટે દર વર્ષે ઓછામાં ઓછા 500,000 બાળકોના જન્મની જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application