Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા બે હજારની નોટ બદલવાનાં સર્ક્યુલેશન વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં એક જન હિત અરજી દાખલ કરવામાં આવી

  • May 25, 2023 

બે હજાર રૂપિયાની નોટ બદલવાની શરૂઆત તારીખ 23 મે’થી થઇ ગઇ છે. લોકો બેંકોમાં જઇને પોતાની પાસે રહેલી બે હજાર રૂપિયાની નોટ બદલાવી રહ્યાં છે. આ દરમિયાન RBIની બે હજાર રૂપિયાની નોટ બદલવાનાં સર્ક્યુલેશન વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં એક જન હિત અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તારીખ 19 મે’ના રોજ RBI દ્વારા જારી નોટિફિકેશનને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ પીઆઇએલમાં નોટ બદલવા આવનારા લોકોને બેંકો દ્વારા 500 રૂપિયા વળતર પેટે વધુ આપવાની પણ માંગ કરવામાં આવી છે. આ અરજી વકીલ રજનીશ ભાસ્કર ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજકર્તા રજનીશ ગુપ્તાએ અરજીમાં અનેક પ્રકારની દલીલો રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, RBIની પાસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 હેઠળ કોઇ પણ મૂલ્યની નોટ બંધ કરવા માટે કોઇ સ્વતંત્ર સત્તા નથી. RBI એક્ટ, 1934ની કલમ 24(2) હેઠળ આ સત્તા ફક્ત કેન્દ્ર સરકાર પાસે છે.






મોટા પાયા પર જનતાની અપેક્ષિત સમસ્યાઓનું વિશ્લેષણ કર્યા વગર બે હજાર રૂપિયાની નોટ પરત લેવાનો આટલો મોટો મનસ્વી નિર્ણય લેવા પાછળ RBIએ ક્લીન નીટ પોલિસી સિવાય અન્ય કોઇ પણ દલીલ આપી નથી. ક્લીન નીટ પાલિસીમાં ફક્ત ક્ષતિગ્રસ્ત, નકલી અથવા ખરાબ નોટ પરત લેવામાં આવે છે નહીં કે સારા નોટ. આ અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે દેશના લોકો કોઇ પણ ભૂલ વગર પોતાની બે હજાર રૂપિયાની નોટ બદલવા માટે બેંકમાં જવા માટે મજબૂર થયા છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, પોતાના કામ ધંધા છોડીને બેંકોમાં કલાકો સુધી લાઇનમાં લાગી નોટ બદલવા આવનાર દરેકને વળતર પેટે 500 રૂપિયા વધુ આપવા જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application