નર્મદા જિલ્લા ઇન્ચાર્જ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના અધ્યક્ષસ્થાને પંચાયત વિકાસ આંક-PDIની બેઠક યોજાઈ હતી. ઇન્ચાર્જ કલેક્ટર અંકિત પન્નુએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે પંચાયત વિકાસ સૂચકાંકના કુલ ૫૭૭ મુદ્દાઓ પર પંચાયતના વિકાસનું માપન અને પંચાયત વિકાસ સૂચકાંક વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ બેઠકને સંબોધતા પન્નુએ પંચાયત વિકાસ સૂચકાંકને અનુલક્ષીને સ્વચ્છતા, શૌચાલયોની સ્થિતિ, આંગણવાડી, શાળાઓ, આરોગ્ય, ખેતી-પશુપાલનની સ્થિતિ, રોડ, વીજળી, પાણી સહિતની માળખાકીય સુવિધાઓ સહિતના અનેકવિધ પ્રશ્નો, આંકડાઓ અને વિગતોની પોર્ટલ પર કરવાની થતી એન્ટ્રી અંગે સમજણ પુરી પાડી સંબંધિત અધિકારીશ્રીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, દેડિયાપાડાના પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા-તાલુકાના સંબંધિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500