Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશની રાજધાની દિલ્હીમાં એક પાકિસ્તાન આતંકવાદી પકડાયો

  • October 13, 2021 

દેશની રાજધાની દિલ્હીમાં એક પાકિસ્તાન આતંકવાદી પકડાયો છે. પોલીસે આતંકી પાસેથી એક AK-47 ગન અને ગોળા બારૂદ પણ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે રાજધાનીના લક્ષ્મીનગર વિસ્તારથી પાકિસ્તાની આતંકીને પકડ્યો છે. 

 

 

 

 

અત્રે જણાવવાનું કે ધરપકડ કરાયેલા પાકિસ્તાની આતંકવાદીનું નામ મોહમ્મદ અશરફ ઉર્ફે અલી છે. આતંકી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો છે. અશરફ ભારતમાં અલી અહેમદ નૂરી નામથી દિલ્હીના શાસ્ત્રીનગરમાં છૂપાયેલો હતો. પોલીસે આતંકી પાસેથી AK-47 અને ગ્રેનેડ જપ્ત કર્યા છે. આતંકીએ ખોટા દસ્તાવેજોની મદદથી ભારતનું નકલી ઓળખપત્ર પણ બનાવી લીધુ હતું. અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે આતંકી અશરફ ઉર્ફે અલીને UA(P) Act, એક્સપ્લોઝિવ એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કર્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application