કચ્છ : બીએસએફ ને એક મોટી સફળતા મળી છે જેમાં, કચ્છની રણ સીમાએ ફેન્સીંગ ક્રોસ કરી ભારતમાં ઘુસી રહેલા પાકિસ્તાનના સિયાલકોટના અફઝલ નામના પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન તેની પાસેથી કોઈ જોખમી કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. સીમા સુરક્ષા દળ દ્વારા પકડી લીધા બાદ અફઝલે તેમની પાસે પાણી અને સિગારેટની માંગણી કરી હતી. જે જગાએથી અફઝલને દબોચી લેવામાં આવ્યો છે તે બોર્ડર પિલર નંબર 1125 ની નજીક પાકિસ્તાનનું મીઠાઈ નામનું ગામ આવેલું છે. જો કે પ્રારંભિક પૂછપરછમાં તે સિલકોટનો વતની હોવાની કબૂલાત તેણે કરી છે.
જે જગ્યાએથી બીએસએફ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોર અફઝલને પકડી લેવામાં આવ્યો છે ત્યાંથી પાકિસ્તાનનું અલીબંદર નામની જગ્યા માત્ર 18 કિલોમીટર દૂર આવેલી છે. ત્રીસ વર્ષના આ પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી હાલ કોઈ શંકાસ્પદ કે જોખમી સામગ્રી મળી નથી. છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની સઘન તલાસી અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
જે જગ્યાએથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોર અફઝલને પકડી લેવામાં આવ્યો છે ત્યાંથી પાકિસ્તાનનું અલીબંદર નામની જગ્યા માત્ર 18 કિલોમીટર દૂર આવેલી છે. ત્રીસ વર્ષના આ પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી હાલ કોઈ શંકાસ્પદ કે જોખમી સામગ્રી મળી નથી. છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની સઘન તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, લગભગ છએક મહિના પછી કચ્છમાં બોર્ડર ક્રોસિંગની આ ઘટના સામે આવી છે. અગાઉ જાન્યુઆરી,2024 માં બોર્ડર પિલર નંબર 1137થી એક ઘૂસણખોર ઝડપાયો હતો. વધુ તપાસ માટે પોલીસને સોંપવામાં આવશે. જો કે, આ પાકિસ્તાન ઘૂસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી. જો કે સમગ્ર મામલે બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500