૨૮મી જુલાઈ “વિશ્વ હિપેટાઈટીસ દિવસ” ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં “એક જીવન એક લીવર” થીમ પર ૨૧ થી ૨૮ જુલાઈ સુધી એક સપ્તાહ દરમ્યાન હિપેટાઈટીસ જન જાગૃતિ માટેના વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા જેલ, રાજપીપલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના નેતૃત્વમાં અને જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ ઝંખના વસાવા, જેલ સુપરિટેનડેન્ટ મકવાણાના માર્ગદર્શન હેઠળ નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા ક્ષય અધિકારી ડૉ ઝંખના વસાવાએ હિપેટાઈટીસ બી/હિપેટાઈટીસ સી/એચ.આઈ.વી, સિફિલિસ તેમજ ટીબી રોગ ફેલાવવાના કારણો અને તેનાથી બચવાના ઉપાયો અને આરોગ્ય શિક્ષણ અંગે વિસ્તૃતમાં માહિતગાર કર્યા હતા તેમજ સ્ટાફગણ, કર્મચારીઓ સહિત તમામનું સ્ક્રીનીંગ કરી લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો થકી વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિતિ બંદીવાન ભાઇઓ દ્વારા ટીમલી ડાન્સ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર, નર્મદા સ્ટાફ, આઈ.સી.ટી.સી સ્ટાફ, એ.આર.ટી સ્ટાફ, સુભેક્ષા પ્રોગ્રામના કર્મચારી, (TI) લોક વિકાસ સંસ્થાના કર્મચારી સહિત જેલના તમામ બંદીવાન ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500