રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી, દિલ્હી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ, અમદાવાદ તથા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજ શ્રી એન.બી.પીઠવા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ અત્રેની સોનગઢ ન્યાયાલય ખાતે તારીખ 09/09/2023ના રોજ ‘રાષ્ટ્રીય લોક અદાલત’નું આયોજન કરવામાં આવેલ હોય તેનો વધુમાં વધુ લાભ લેવા પક્ષકારો, વકીલશ્રીઓને જણાવવામાં આવે છે.
‘રાષ્ટ્રીય લોક અદાલત’માં આપ નીચે જણાવ્યા મુજબનાં કેસો સમાધાન માટે મૂકી શકો છો જેમાં, 1.ફોજદારી સમાધાન લાયક તથા કબુલાતને પાત્ર કેસો, 2.નેગોશીએશન ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138ના કેસો, 3.લગ્ન સંબંધી ફેમિલી કેસો, 4.ભરણપોષણના કેસો, 5.દીવાની દાવા જેવા કે, ભાડાના, બેંકોના વિગેરે, 6.પ્રિ-લીટીગેશન કેસોમાં લોક-અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે જે પક્ષકાર ઈચ્છતા હોય તેઓએ કાનૂની સેવા સમિતિ, સોનગઢ ન્યાયાલયના આસિસ્ટન્ટશ્રી કે.આર.રોહિત નાઓનો સંપર્ક સાધવા શ્રી એ.એમ.પાટડીયા, ચેરમેનશ્રી તાલુકા કાનૂની સેવા, સમિતિ સોનગઢ નાઓએ જણાવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500