રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આગામી તારીખ 9મી સપ્ટેમ્બર 2023ને શનિવારના રોજ નર્મદા જિલ્લા ન્યાયાલય ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની આ લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક માનનીય જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ એન.વી.અંજારિયા દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપ્યું છે.
આ લોક અદાલતમાં રાજ્યના કોઈપણ જિલ્લા, તાલુકા, ટ્રિબ્યુનલ કે હાઇકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માતના વળતર કેસ, દીવાની દાવા, ચેક પરતને લાગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાશે. આ લોક અદાલતનો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈ કોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો પક્ષકારોએ સંપર્ક કરવાનો રહેશે. અથવા ટોલ ફ્રી નંબર 15100 પર સંપર્ક કરવો અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની વેબ સાઇટની પર સંપર્ક કરવા નર્મદા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફુલટાઈમ સેક્રેટરી દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500