લાખો કરોડો શ્રદ્ધાળુઓએ માં અંબાના મંદિરને ગોલ્ડન ટેમ્પલ બનાવવાનો કર્યો છે મનોરથ શક્તિપીઠ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ભક્તિમય માહોલમાં યોજાઈ ગયો,મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તો માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અંબાજીમાં સુવર્ણ દાનનો વિશેષ મહિમા રહેલો છે,માઇભક્તો દ્વારા સુવર્ણદાનનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે. લાખો કરોડો શ્રદ્ધાળુઓએ માં અંબાના ધામને ગોલ્ડન ટેમ્પલ બનાવવાનો મનોરથ કર્યો છે.ત્યારે અમદાવાદના એક માઇ ભક્તે 500 ગ્રામ સુવર્ણદાનની ભેટ માતાજીના ચરણોમાં ભેટ ધરી ધન્યતા ની લાગણી અનુભવી હતી. શક્તિપીઠ અંબાજીમાં લાખો માઇભક્તો માનાં ચરણોમાં શીશ નમાવવા આવતા હોય છે અને માના દરબારમાં સોના-ચાંદી સહિતની અનેક ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરતા હોય છે.ભાદરવી પૂનમને દિવસે માના દર્શનનો વિશેષ મહિમા હોઈ મોટી સંખ્યામાં માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટી પડ્યો હતો. જેમાં અમદાવાદના એક માઇ ભક્તે આજે 500 ગ્રામ સુવર્ણ દાન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application