મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી નર્મદા, આઇ.સી.ડી.એસ. કચેરી સાગબારા અને દેડિયાપાડા તાલુકાના સંયુક્ત ઉપક્રમે તા.૧૩ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત કિશોરી મેળો-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. સાગબારા તાલુકાના સરકારી વિનયન કોલેજ પાનખલા અને દેડિયાપાડા તાલુકાના BRC ભવન ખાતે યોજાયેલા કિશોરી મેળામાં વિવિધ વિભાગોમાંથી પધારેલ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ દ્વારા પોતાના વિભાગની વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી.
તેમજ આઈ.સી.ડી.એસ.ની સેવાઓ તથા યોજનાઓ, આરોગ્ય, પોષણ-શિક્ષણ, ઘરેલુ હિંસા, ICDS ના મુખ્ય સેવિકા દ્વારા સેલ્ફ ડિફેન્સની ટેકનિક, સેફ ટચ, તેમજ અન્ય મહિલાલક્ષી યોજનાની વિસ્તૃતમાં કિશોરીને જાણકારી આપવામાં આવી હતી તથા આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીનું HB, વજન-ઊંચાઈ તથા BMI કરવામાં આવ્યું હતું. આ મેળામાં અંદાજીત ૨૫૦ જેટલી કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લિધો હતો. તથા વિવિધ વિભાગો દ્વારા ચાલતી યોજનાઓ અંગેના સ્ટોલ મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે કિશોરીનું HB વધારે હતું તેમને પૂર્ણા કપથી સન્માનિત કરાયા હતાં. તેમજ ધોરણ-૧૦ અને ૧૨ માં વધારે ટકા મેળવેલી કિશોરીઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ઉપસ્થિત મહેમાનો તથા કિશોરીઓ દ્વારા Selfie પોઈન્ટ પર Selfie લેવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500