માહિતી વિભાગ દ્વારા સુરત, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ‘જિલ્લા સુખાકારી સમિતિ’ની બેઠક યોજાઇ હતી. જેમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) ફેઝ-૨ અંતર્ગત વર્ષ ૨૦૨૩-’૨૪ માટે એન્યુઅલ ઈમ્પલિમેન્ટેશન પ્લાન(AIP) મુજબના કાર્યોની મંજૂરી આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઘન/પ્રવાહી કચરા/પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન તેમજ ફિકલ્સ વ્યવસ્થાપનની કામગીરી અંગે વહીવટી મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાથે જ આઉટ સોર્સથી કર્મચારીની ભરતી અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી ફાળવેલી ગ્રાન્ટને મંજુર કરવા માટેની વિગતો પર વિચારણા કરી જિલ્લા વિકાસ અધિકારએ વિવિધ વિભાગોને આંતરિક સંકલન સાધી શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરોક્ત બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, સ્વચ્છ ભારત મિશનના જિલ્લા કો.ઓ, SWM કન્સલ્ટન્ટઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application