Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને રાજપીપલા ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા યોજાઈ

  • May 25, 2023 

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (ઘાબા ગ્રાઉન્ડ) રાજપીપલા ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ સત્ર, યોગ શિબિર અને યોગ જાગરણ રેલી યોજાઈ હતી. સુપ્રભાત વેળાએ યોજાયેલા યોગ શિબિરનો ઉદ્દેશ્ય લોકોને યોગા પ્રત્યે જાગૃતતા કેળવવાનો હતો. બાળકોએ યોગ અને યોગ પદયાત્રામાં ઉત્સાહભેર જોડાઈને નગરજનો માટે પ્રેરણારૂપ બન્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરનાં વહિવટી અધિકારી, જિલ્લા રમત વિકાસ અધિકારી, પ્રાંત યુવા વિકાસ અધિકારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્ટેટ કોર્ડિનેટર, દક્ષિણ ઝોન યોગ કોર્ડિનેટર, નર્મદા જિલ્લા યોગ કોઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application