શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા માત્ર ૧૨ વર્ષના એક માસુમ વિધાર્થીwએ ગતરોજ પોતાના ઘરના બાથરૂમમાં ફાસો ખાઇને આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ધ રહી ગયો અને પુત્રની મોતને પગલે શોકમાં ગરકાવ થઇ ગયો છે. જયારે આપઘાતની ઘટનાના પગલે સ્થનિકો પણ ચોકી ગયા છે.
વિદ્યાર્થીને બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઈ પરિવારના પગ તળે જમીન ખસી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પાંડેસરા ખાતે આવેલ રણછોડનગરમાં રહેતા રામભાન શાહુના ૧૨ વર્ષીય પુત્ર પાર્થએ ગઇ કાલે બપોરના સમયે પોતાના ઘરના ભાથરૂમમાં જઇને ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો, પાર્થ સ્થાનિક શાળામાં ૮માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા કરિયાણાની દુકાન ધરાવે છે. ગઇકાલે બપોરે સ્કુલેથી ઘરે આવ્યો હતો અને જમ્યા બાદ માતા પિતા સહીત પરિવારના સભ્યો સાથે સુઇ ગયો ગયો હતો, જાકે થોડા સમય પછી બાથરૂમમાં જવાનું કહીને ગયો હતો. ઘરના ઉપરના રૂમમાં બાથરૂમ હતો. તેને બાથરૂમમાં જઇને ફાસો ખાઇ લીધો હતો.
આપઘાતન પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયો નહીં,વધુ તપાસ ચાલી રહી છે.
સાંજે ચાર વાગ્યે માતા ઊંઘમાંથી ઉઠ્યાં બાદ પુત્ર પાર્થને જોતા ઘરમાં દેખાયો નહીં હતો જેથી તેની શોધખોળ કરતા બાથરૂમ પાસે પહોંચ્યા ત્યારે પુત્ર લટકતો દેખાયો હતો ત્યારે તેઓ ચોકી ગયા હતા અને ચીસો પાડવા લાગ્યા હતા ત્યારે પિતા તેમજ પાડોશીઓ પણ દોડી આવ્યા હતા, પુત્રના આપઘાતના પગલે માતા પિતા સહિત પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા, જ્યારે સ્થાનિક રહીશો પણ ચોકી ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે નવી સિવિલ હોલ્ખિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતકને અન્ય એક ભાઇ અને એક બહેન છે. તેના આપઘાતન પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયો નહીં,વધુ તપાસ ચાલી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500