રિંગરોડ અંબાજી માર્કેટમાં વેપારી સહિત બે વેપારીઓ પાસેથી કુલ રૂપિયા ૮.૨૩ લાખનો સાડીનો માલ ખરીદ્યા બાદ કલક્તાના વેપારી અને દલાલે પેમેન્ટ નહી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
વિગત મુજબ ગોડાદરા શ્યામ સૂષ્ટિ રેસીડેન્સીમાં રહેતા મહેન્દ્ર ટુપલાલ વર્મા (ઉ.વ.૪૫) રિંગરોડ અંબાજી માર્કેટમાં કાજલ સારીઝના નામે દુકાન ધરાવે છે. મહેન્દ્રભાઈ પાસેથી ગત તા ૧૧ જાન્યુઆરી ૨૦૧૭માં રોહિત ટેક્ષટાઈલ ઍજન્સીના પ્રોપરાઈટર તથા દલાલ સુનિલ ચાંદક (રહે, મહાત્મા ગાંધી રોડ કલકત્તા) અને લક્ષ્મી સારીઝના પ્રોપરાઈટર અરમેન્દ્રસિંહ (રહે,જમુનાલાલ બજાર સ્ટ્રીટ પંજાબ કટારા કલકત્તા)ઍ ઍકબીજાની મદદથી રૂપિયા ૬,૩૧,૬૦૨ અને મમતા સિન્થેટીક્સના નારાયણ અગ્રવાલ પાસેથી રૂપિયા ૨,૪૧,૪૬૫ મલી કુલ રૂપિયા ૮,૨૩,૦૯૭નો સાડીનો માલ ખરીદ્યો હતો નક્કી કરેલ મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા મહેન્દ્રભાઈઍ ઉઘરાણી કરતા તું વારે વારે અમારી પાસે પૈસાની ઉઘરાણી કરે છે હવે પછી પૈસાની ઉઘરાણી કરી તો તારા હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી છેતરપિંડી કરી હતી. વધુમાં દલાલ અને વેપારી સામે અગાઉ પણ પોલીસમાં ફરિયાદ નોધાઈ હોવાનુ કહેવાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500