Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગૌમાતા માટેનું રૂપિયા છ કરોડના ખર્ચે સીએનજી સ્મશાનગૃહ બનશે

  • August 10, 2023 

રાજ્યમાં રખડતી ગાયોનો ખૂબ જ ત્રાસ છે. સાથે જ આવી રખડતી ગાયો જ્યારે મૃત્યુ પામે ત્યારે તેમના મૃતદેહનો નિકાલ કરવો એ કોર્પોરેશન માટે એક પડકારરુપ છે. ત્યારે હવે ગ્યાસપુરમાં ગાયોનું મોટુ સ્મશાન બનાવવામાં આવશે. રુપિયા છ કરોડના ખર્ચે આ સ્મશાન તૈયાર કરવામાં આવશે અને સીએનજી ભઠ્ઠી પણ હશે. ગાયો સિવાય અન્ય રખડતાં પશુ જેમ કે ભેંસોને પણ અહીં અંતિમ વિદાય આપવામાં આવશે, તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.



ટૂંક સમયમાં જ અમદાવાદમાં રખડતી ગાયો માટે સ્મશાન બનાવવામાં આવશે. જ્યાં સીએનજી ભઠ્ઠી હશે અને રખડતી ગાયોના મૃતદેહોને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવશે. ગાયો માટેનું આ સ્મશાન ગ્યાસપુર સીવેજ રેડિયેશન પ્લાન્ટ નજીક બનાવવામાં આવશે. જે 4000 ચોરસ મીટરમાં પથરાયેલું હશે.જોકે આ મામલે અધિકારીઓમાં મતમતાંતર છે. અમુક અધિકારીઓનું કહેવું છે કે, આ પ્રસ્તાવ પડકારોથી ભરેલો છે. રાજ્યમાં ક્યાંય આટલી મોટી સુવિધા માટે કોઈ મોડેલ પ્રોજેક્ટ નથી. અહીં પ્રાણીઓને ઉંચકવા માટે એક વાધારાની ક્રેનની પણ જરુર પડશે. જેનાથી પશુને સીએનજી ભઠ્ઠીમાં મૂકવામાં આવી શકે. આ સુવિધા ઉભી કરવા પાછળ કુલ 6 કરોડનો ખર્ચ થવાનો અંદાજો છે. આ પ્રોજેક્ટ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, લાઈટ ડિપાર્ટમેન્ટ, સિટી એન્જિનિયરિંગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓનો અભિપ્રાય પણ માંગવામાં આવી રહ્યા છે.



આ પ્રોજેક્ટ માટે એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, આ સીએનજી ભઠ્ઠીની ક્ષમતા રોજના 15 શબના અગ્નિસંસ્કાર કરી શકે એટલી મોટી હોવી જોઈએ. જેથી તેમાં અન્ય રખડતાં પ્રાણીઓનો પણ સમાવેશ કરી શકાય.AMCના અધિકારીએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન ગાયો સહિત રખડતાં પશુઓની આ સંખ્યા 35-40 સુધી થઈ શકે છે. રાજ્યમાં ક્યાંય આટલી વિશાળ સુવિધા હોય એવું લાગતું નથી.આ યોજનાનો અભ્યાસ કરીને તેનો રિપોર્ટ સોંપવા માટે ડેપ્યુટી કમિશનરની એક સમિતિ રચવામાં આવી છે.AMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ માટે એક બેઠક બોલાવી ચર્ચા પણ કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application