બ્રિટનમાં જન્મેલી શિખ આર્મી ઓફિસર પ્રીત ચાંડી પહેલી જ અશ્વેત મહિલા બની રહ્યાં છે કે, જે દ.ધ્રુવ સુધીનો એકાકી પ્રવાસ ખેડી પૃથ્વીનાં દક્ષિણ-તમ બિંદુએ પહોંચ્યાં છે. કોઇની પણ સહાય સિવાય તેઓ એકલાં જ છેલ્લાં મહીનાઓ દરમિયાન 'સ્કી' ઉપર સરકી ૪૦ દિવસમાં ૭૦૦ માઇલ કાપી દક્ષિણ ધ્રુવ પહોંચ્યાં હતાં. આ માહિતી આપતાં અમેરિકાની પ્રસાર સંસ્થા ભશશ જણાવે છે કે, પ્રીતે તેના બ્લોગમાં જણાવ્યું હતું કે, ''અત્યારે મને અનેકાનેક લાગણીઓ થઇ રહી છે.'' નવેમ્બર '૨૧માં દક્ષિણ ધ્રુવની સાહસ-યાત્રાએ જતાં પૂર્વે આ ૩૨ વર્ષીય સાહસિકે ભશશને કહ્યું હતું કે, ''હું આશા રાખું છું કે મારાં આ સાહસથી અન્યોને પણ પ્રેરણા મળશે, અને સીમાઓ તથા સાંસ્કૃતિક બંધનોને પણ તેઓ ઓળંગી જશે.'' આ બ્લોગ પાઠવતાં પ્રીત ચાંડી છેલ્લી લીટી વખતે ભાવુક પણ બની ગયાં હતાં.''આ સંશોધન-સાહસ-યાત્રા મારા માટે તો મારી જાત કરતાં પણ વધુ મહત્વની બની રહે છે.'' તેમ પણ પ્રીત ચાંડીએ તેમનાં બ્લોક ઉપર જણાવ્યું હતું. તેઓના તા.૩જી જાન્યુઆરીએ 'અપ-ડેટ' કરાયેલા બ્લોગમાં લખવામાં આવ્યું છે કે, ''હું આ દ્વારા લોકોને, તેમની સીમાઓ વટાવી પોતાનામાં જ વિશ્વાસ રાખવા કહેવા માગું છું. તે રીતે પ્રોત્સાહિત કરવા માગું છું અને તે પણ મને પોતાને બળવાખોર દર્શાવ્યા વીના.'' તેઓએ, તેઓની યાત્રા તા.૭મી નવેમ્બર,૨૦૨૧ના દિને શરૂ કરી હતી. સૌથી પહેલાં તેઓ ચીલી ગયાં પછી દ.ધ્રુવના હરક્યુલસ, ઇન્લેટ પહોંચ્યાં. તેમની સમગ્ર યાત્રા દરમિયાન તેઓએ ૯૦ કી.ગ્રા.ની (આશરે ૨૦૦ પાઉન્ડની) સ્લેજ ઊઠાવી હતી સાથે કીટમાં ખાદ્યાન્ન તથા ઈંધણ પણ આશરે ૪૫ દિવસ સુધી ઊઠાવ્યાં હતાં.પ્રીત ચાંડીએ તેઓના બ્લોગમાં ઉપનામ ''પોલાર-પ્રીત'' રાખ્યું હતું. આ સાહસ યાત્રા પૂર્વે તેઓએ અઢી વર્ષ સુધી અસામાન્ય જહેમત કરી હતી. તેઓએ પહેલાં ફ્રેન્ચ આલ્પ્સમાં 'ક્રેવેસે' ટ્રેઇનિંગ લીધી, પછી આઇસલેન્ડના ગ્લેસિયર 'લેન્ગજોકુલા' ઉપર સ્કીઇંગ કર્યું. ૨૭ દિવસ સુધી ગ્રીનલેન્ડની 'આઇસ-કેપ'માં રહ્યાં. ઉપરાંત, ભાર ખેંચવાની પોતાની ક્ષમતા વધારવા ઇંગ્લેન્ડમાં ટાયરો ખેંચ્યા હતાં. તેઓની આ સમગ્ર યાત્રા દરમિયાન તેઓનો બહારની દુનિયા સાથેનો સંપર્ક માત્ર તેમની 'સપોર્ટ-ટીમ' દ્વારા જ રહ્યો હતો. જે તેઓના છેલ્લા સમાચારો મોકલતા હતા. પ્રીત ચાંડીએ તેઓની આ સાહસ-યાત્રા તેઓના પિતામહને અર્પણ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500