સંબંધીઓએ “કાળા જાદુ” કર્યો હોવાથી પોતાની ભેંસ મરી ગઇ હોવાની શંકા પરથી દંપતીએ બદલો લેવા માટે સંબંધીના છ વર્ષના બાળકની હત્યા કરી હોવાની ઘટના બીડ જિલ્લાના ગામમાં બની હતી.
રત્નાગિરિ ગામમાં બનેલી આ ઘટના બાદ રોહિદાસ સપકાળ અને તેની પત્ની દેવ્યીબાઇની ધરપકડ કરવામાં આવી હતી. ગામમાં આવેલી શાળા નજીક 6 વર્ષનો બાળક સવારે પોતાના મિત્ર સાથે રમવા માટે ગયો હતો અને બાદમાં તે ગુમ થયો હતો. બાળક બાદમાં શાળા નજીકથી મળી આવતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં હાજર તબીબીએ બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
બાળકના પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ આદરી હતી. પોલીસના કહેવા મુજબ દંપતી પાસે ભેંસ હતી, જે તાજેતરમાં મરી ગઇ હતી. દંપતીને શંકા હતી કે બાળકના પરિવારજનોએ કરેલા કાળા જાદુને કારણે ભેંસ મરી ગઇ છે. આથી બદલો લેવા બાળકને દંપતી પોતાના ઘરે લઇ ગયું હતું, જ્યાં ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. બાળકના મૃતદેહને બાદમાં સ્કૂલ નજીક ફેંકી દેવાયો
હતો.(PTI)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500