Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ઘોડા ગામની નહેર પાસેથી ૪૫ વર્ષીય શખ્સ ગુમ

  • March 09, 2023 

સોનગઢના ઘોડા ગામની સીમમાંથી પસાર થતી નહેરના પાણી પાસેથી એક ૪૫ વર્ષીય શખ્સ ગુમ થયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.


મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ઘોડા ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેર કિનારે તા.૦૬/૦૩/૨૦૨૩ નારોજ વીરેન્દ્ર ઉર્ફે વિરૂભાઈ દિનેશભાઈ ગામીત (ઉ.વ.૪૫) નાનો નહેર કિનારે ટ્રક લઈને ગયો હતો અને ટ્રક ઉપર તાડપત્રી બાંધતો હતો તે દરમિયાન એકાએક વાવઝોડું આવતા ટ્રક પાસેથી ક્યાંક ચાલી ગયેલ અથવા ગુમ થઇ ગયો હોવાની ફરિયાદ રાહુલ રવીન્દ્રભાઈ ગામીત રહે,ડોલારા ગામ ડુંગરી ફળિયું-વ્યારા નાએ પોલીસ મથકે કરી હતી. જેમની ફરિયાદ આધારે તા.૦૮/૦૩/૨૦૨૩ નારોજ પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application