સુરતના પાલ વિસ્તારમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. પાલ વિસ્તારમાં 42 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ,સુરતના પાલ વિસ્તારમાં એક મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની માહિતી પોલીસને મળતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન મૃતક મહિલાની ઓળખ 42 વર્ષીય સુનિતા હાડા તરીકે થઈ હતી. જો કે, મહિલાએ કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. પોલીસે મૃતક મહિલાના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ
42 વર્ષીય સુનિતા હાડાએ તેમના ઘરમાં રસોડામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે,મહિલાએ કયાં કારણોસર આત્મહત્યા કરી છે? મહિલાની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા કરી છે? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંદી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને મહિલાના પરિજનો, સગા-સંબંધીઓ સાથે પૂછપરછ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500