સોનગઢના કપડબંધ નજીક જંગલખાતાની ઓફિસ સામેથી એક શખ્સની લાશ મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ગામનો જ વતની હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેના શરીર સહિત ગળા પર આડેધડ ઘાતક હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના કપડબંધ ગામના જૂની નિશાળ ફળીયામાં રહેતો 40 વર્ષીય મહેશભાઈ ડુંળીયાભાઈ ગામીત તા.પાંચમી મે નારોજ રાત્રે "ગીરા નદીના દેવધા ડેમ પાસે માછલી પકડવા જાઉં છું." તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. કલાકો સુધી પણ મહેશ ગામીત પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જયારે આજે મહેશ ગામીતનો મૃતદેહ કપડબંધમાં આવેલ જંગલ ખાતાની ઓફિસના સામેના ભાગે આવેલ ગૌચરની જમીન અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક મહેશ ગામીતના ગળાની ડાબી સાઇટમાં ભાગે તથા જમણા ગાલ,કાન તથા ખભાના ભાગે તેમજ જમણા હાથની આંગળીના ભાગે કોઈ ઘાતક હથિયારના ઘા મારી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને લઈ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. બનાવ અંગે મૃતકની પત્ની રંજીતાબેન મહેશભાઈ ગામીતની ફરિયાદ લઈ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ઇપીકો કલમ 302 તથા જીપી એકટ 135 મુજબ ગુનો દાખલ કરી હત્યારાઓ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500