સુરત જીલ્લાના મુગલીસરા વિસ્તારમાં મસ્તક એપાર્ટમેન્ટ રહેતો ૩૪ વર્ષિય યુવાન મોહમદ વસીમ શમીન સૈયદએ રાત્રે છતની હુક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધો હતો. તેની બોડી પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સુત્રોથી મળતી માહિતી મુજબ મોહમદ વસીમ ઉધનામાં પૂંઠા બનાવવાના કારખાનામાં નોકરી કરતો હતો પરંતુ કોવીડ-19ના લોકડાઉનના કારણે કામધંધો બંધ રહેતા પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો જે કારણે એક મહીના પહેલા પત્ની માતા-પિતાને મળવા માટે કોલકતા જવું હોવાથી ટીકીટના રૂપિયા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે મોહમદ વસીમના પિતા શમીને ટીકીટના રૂપિયા આપીને વહુને તેના માતા-પિતાને મળવા માટે કોલકતા મોકલી આપી હતી. પરંતુ ત્યાર બાદથી પત્ની સુરત તેની પાસે આવી નથી જેના કારને તે ટેન્શનમાં રહેતો હતો વસીમે આર્થિક તંગી અને પત્ની પિયર ચાલી ગયી હોવાથી રાત્રે તેણે છતની હુક સાથે દુપટ્ટો બાંધી અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે કેસની તપાસ શરુ કરી આગળની કાર્યવાહી હાથ ધારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application