Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં પીપળકુવા ગામનો 26 વર્ષીય યુવક ગુમ, પિતાએ ઉકાઈ પોલીસ માથેકે ફરિયાદ નોંધાવી

  • June 15, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ તાલુકાનાં પીપળકુવા ગામનાં બંધારી ફળિયામાં રહેતા રણછોડભાઈ દામોદારભાઈ ચૌધરી નાંઓએ તારીખ 13/06/2024નાં રોજ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 09/06/2024નાં રોજ તેમનો 26 વર્ષીય પુત્ર મોહસીનભાઈ રણછોડભાઈ ચૌધરી જે ઘરેથી દાતરડું લઈ ખેતરમાં ગાય અને ભેંસ માટે ઘાસ ચારો લેવા ગયો હતો અને ત્યાંથી કયાંક ચાલ્યો ગયો હતો.


જયારે ગુમ થનાર મોહસીનભાઈ ચૌધરી રંગે શ્યામવર્ણ તેમજ મોઢું લંબગોળ છે જેની ઊંચાઈ આશરે 5 ફૂટ જેટલી છે અને મોહસીનભાઈ જન્મથી બોલી કે સાંભળી શકતા નથી તથા ઘરેથી નીકળ્યો હતો તે સમયે મોહસીનભાઈએ શરીરે સફેદ કલરનું શર્ટ અને કાળા કલરનો પેન્ટ પહેરેલ હતો. બનાવ અંગે ઉકાઈ પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application