સાત વર્ષનાં લૂંટનાં કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યાનાં થોડાક જ કલાકમાં 26 વર્ષના કેદીએ તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી છે તેમ જિલ્લા અધિકારીએએ એક નિવેદનમાં જણાવ્યું છે. જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ જેલ નંબર-9નાં કોમન ટોયલેટમાં પાંચ વાગ્યે જાવેદ નામના કેદીએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ જ દિવસે સવારે લૂંટના કેસમાં જાવેદને સાકેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેણે દોષિત જાહેર કરતા તે ઉદાસ થઇ ગયો હતો.
જેલમાં ઔપચારિકતા પૂર્ણ થઇ ગયા પછી તે વોશરૂમમાં ગયો હતો. થોડાક સમય પછી જેલના સ્ટાફે તેને લટકતો જોયો હતો. તેણે પાણીના નળ પર પોતાના શર્ટની મદદથી લટકીને આત્મહત્યા કરી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પશ્ચિમ) ઘનશ્યામ બંસલે જણાવ્યું હતું કે, જેલનાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડી.સી.પી.નાં જણાવ્યા અનુસાર 2016માં માલવીય નગર પોલીસ સ્ટેશનમાં જાવેદ સામે લૂંટનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જાવેદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીડીયુ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application