ડોલવણ ગામના ચાર રસ્તા નજીક રહેતા ઘરમાંથી લાશ મળી આવી હતી.જોકે પોલીસે શંકાસ્પદ મૃતદેહનો કબ્જો લઈ પીએમ કરાવતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. યુવકની હત્યા કરવામાં આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ ડોલવણ ગામના ચાર રસ્તા પાસે રહેતો (ઉ.વ.૨૪) અંકુર મહેશભાઈ ચૌધરી નામના યુવકની તા.૧૨મી માર્ચ નારોજ સવારે ઘરમાંથી લાશ મળી આવી હતી.ઘટના અંગે તપાસ કરી રહેલી પોલીસે શંકાસ્પદ મૃતદેહનો કબ્જો લઈ પીએમ કરાવતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે.મૃતક યુવકને ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.જોકે,હત્યાનું કારણ હજુ સુધી અંકબંધ છે.યુવકની હત્યાને લઈને પરિવારમાં માતમ છવાયો છે.ડોલવણ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા એફએસએલની મદદ લઈ રહી છે.ત્યારે હત્યાની સાચી હકિકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application