ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે ઝેરી દવા ખાઈ લેતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઉમારપાડા તાલુકાના ચિતલદા ગામના નિલેશ નારણભાઈ વસાવાએ ફરિયાદમાં જણાવ્યું હતું છે કે, ચિતલદા ગામના નિશાળ ફળિયામાં અમે પરિવાર સાથે રહીને ખેતી-કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છીએ જયારે મારો 24 વર્ષીય ભાઈ અજય નારણભાઈ વસાવા જેને સાંજના 4 વાગ્યાના અરસામાં અમારા ખેતરમાં ઝેરી દવા ખાઈ લીધી હતી. જેથી તેની તબિયત વધુ બગડતા બારડોલી ખાતે આવેલી સરદાર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આં ઘટના અંગે ઉમરપાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application