Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરાછા વિસ્તારની 14 વર્ષની તરૂણીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર 24 વર્ષીય આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

  • June 18, 2024 

એકાદ વર્ષ પહેલાં વરાછા વિસ્તારની 14 વર્ષની તરૂણીને લગ્નની લાલચે ભગાડી જઈને દુષ્કર્મ આચરનાર 24 વર્ષીય આરોપીને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને મહત્તમ સજા પોક્સો એક્ટની કલમ-5(એલ) સાથે વાંચતા કલમ-6 ઈપીકો-376(3),376(2 (જે)ના ગુનામાં 20 વર્ષની સખત કેદ, રૂપિયા 10 હજાર દંડ ન ભરે તો વધુ 1 વર્ષની કેદ તથા ભોગ બનનારને 75 હજાર વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે. મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વતની 24 વર્ષીય આરોપી સાગર વનરાજભાઈ બારૈયા (રહે.ભગીરથ સોસાયટી,વરાછા)એ ગત તા.4-9-23ના રોજ ફરિયાદી પિતાની 14 વર્ષની તરૂણીને લગ્નની લાલચે ભગાડી ગયો હતો.


જોકે તારીખ 4થી 17 સપ્ટેમ્બર સુધી આરોપીએ પીડીતાને અંબાજી, માઉન્ટ આબુ, સાવરકુંડલા, ભાવનગર જુદી-જુદી જગ્યાએ હોટેલમાં રાખીને એકથી વધુ વાર શરીર સંબંધ બાંધ્યો હતો. બનાવ અંગે ભોગ બનનારના ફરિયાદી પિતાએ વરાછા પોલીસમા પોતાની સગીર પુત્રીને કોઈ અજાણ્યો ઈસમ બદકામના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન વરાછા પોલીસે બંનેને ઝડપી લઈને આરોપી સાગર બારૈયા વિરુધ્ધ અપહરણ, દુષ્કર્મ આચરીને પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.


આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે જણાવ્યું હતું કે, આરોપીની બહેનને ભોગ બનનારના પિતરાઈ ભાઈ સાથે લગ્ન બાબતે ના પાડતાં કિન્નાખોરી રાખીને હાલની ખોટી ફરિયાદ કરી છે. ભોગ બનનારના નિવેદનો વિરોધાભાસી તથા બળાત્કાર ગુજાર્યો હોવાનું તબીબી પુરાવાથી પુરવાર થતું નથી. આરોપી તથા પીડીતા વચ્ચે પ્રેમસંબંધ હોવાનો બચાવ લીધો હતો. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ 11 સાક્ષી તથા 27 પુરાવા રજુ કર્યા હતા.


જેથી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત મહત્તમ સખતકેદ, દંડ તથા ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા હુકમ કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, ભોગ બનનાર તથા આરોપી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું ખુલે તો પણ ભોગ બનનાર માત્ર 14 વર્ષ ત્રણ માસની છે. જેથી સગીરની સંમતિ કાયદેસરની સંમતિ ગણી શકાય નહીં.સુપ્રિમ કોર્ટે અનેવરસિંગ ઉર્ફે કીરનસિંગ ફતેસિંગ ઝાલા વિ.સ્ટેટ ઓ ગુજરાતમાં મહત્વનો ચુકાદાના તારણને કોર્ટે ધ્યાને લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application