Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીનાં હરિયા પાર્કમાં રહેતો 21 વર્ષીય યુવક ગુમ

  • August 18, 2023 

વાપીનાં હરિયા પાર્કમાં નવાબધાબાની બાજુમાં શનરાજ એવન્યુ-૨માં ફલેટ નં.૫૦૩માં રહેતો ૨૧ વર્ષીય સુફિયાન અશરફભાઈ કાળવાતર તા.૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ બપોરે ૧ કલાકે વાપી જીઆઈડીસી વીઆઈએ ચાર રસ્તા પાસે મનિષ એલ્યુમિનિયમની દુકાન ખાતે પોતાના શેઠ મનિષભાઈને નમાઝ પઢવા જાવ છું એવુ કહીને પોતાની યુનિકોર્ન મોટર સાયકલ નં.જીજે/૧૫/ક્યુક્યુ/૨૭૭૮ લઈ દુકાનેથી ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ સુફિયાનનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જ્યારે મોટર સાયકલ દમણ ગંગા બ્રિજના વચ્ચેથી ચાવી સાથે મળી આવી હતી. ગુમ થનાર સુફિયાન રંગે ઘઉં વર્ણ, મધ્યમ બાંધો અને સાડા પાંચ ફૂટ ઉંચાઈ ધરાવે છે. શરીરે બદામી કલરનું આખી બાયની ટી-શર્ટ અને કોફી કલરનો પેન્ટ પહેર્યો હતો. જે ગુજરાતી અને હિંદી ભાષા બોલે છે. જેની કોઈને ભાળ મળે તો વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application