વલસાડનાં ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય માનસિક દિવ્યાંગ સગીરાએ ઘર સફાઈ દરમિયાન રૂમમાં સામાન મુકવા જવાનું જણાવી રૂમની એંગલ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘણો સમય થયો સગીરા પરત ન ફરતા પરિવારે રૂમમાં જઈને ચેક કરતા સગીરાને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેનો જીવ બચાવવા નજીકની હોસ્પિટલ લઈ જતા સગીરાને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ ભિલાડ પોલીસને થતા ભિલાડ પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં રહેતી માનસિક દિવ્યાંગ સગીરા તેના પરિવાર સાથે ઘર સફાઈ કામ કરી રહી હતી.
દરમ્યાન સગીરા ઘરનો સામાન અંદરના રૂમમાં મુકવા જવાનું જણાવી સામાન લઈને અંદરના રૂમમાં ગઈ હતી. સગીરા રૂમમાં સામાન મુકવા ગયાને ઘણા સમય બાદ પણ રૂમમાંથી સગીરા બહાર ન આવતા પરિવારના સભ્યોએ સગીરાને નામથી બૂમ મારી રૂમની બહાર બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. સગીરા બહાર ન આવતા પરિવારના સભ્યોએ રૂમમાં જઈને ચેક કરતા સગીરાએ લોખંડની એંગલ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધેલી હાલતમાં સગીરાને જોઈને પરિવારના સભ્યોએ બુમાબુમ કરીને પડોશીઓની મદદ માંગીને સગીરાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.પાડોશીઓ મદદ લઈને સગીરાને ફાંસો ખાધેલી હાલતમાંથી ઉતારીને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે સગીરાને ખસેડી હતી.
જ્યાં ફરજ ઉપરના તબીબે સગીરાને મૃત જાહેર કરી હતી. સગીરાના પરિવારના સભ્યોએ તાત્કાલિક ભિલાડ પોલીસને ઘટનાની જાણ કરી હતી. ભિલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સગીરાની લાશનો કબ્જો મેળવી લાશને PM માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે પરિવારના સભ્યોએ ભિલાડ પોલીસ મથકે સગીરાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની નોંધ કરી હતી.
ભિલાડ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. ભિલાડ પોલીસે સગીરાના પરિવારના સભ્યોના નિવેદન નોધવાની તજવીજ હાથ ધરી હતી. ભિલાડ પોલીસે પરિવારના સભ્યો અને પાડોશીઓના નિવેદન નોંધતા સગીરાએ અગાવ પણ આપઘાત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારે પણ પરિવારના સભ્યોએ પાડોશીઓ મદદ લઈને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડતા સગીરાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. જોકે, આ વખતે જીવ બચી શક્યો ન હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500