મનિષા એસ.સુર્યવંશી/વ્યારા : વ્યારાના ઇન્દુગામની સીમમાં આવેલ ફાફડાના ઝાડની ડાળી સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં ૧૪ વર્ષીય તરુણીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી, હાલ પોલીસે મૃતક તરુણીના પિતાની ફરિયાદના આધારે બનાવ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ એમપીના ચોડવા જીલ્લાના દેટાકુટાના ખાડા ફળીયામાં રહેતો અને હાલ વ્યારાના ઇન્દુગામની આઈટીઆઈ કેમ્પસના કમ્પાઉન્ડમાં રહી મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો રમેશભાઈ ચગડાભાઈ તોમરની ૧૪ વર્ષીય દીકરી શનીબેન રમેશભાઈ તોમર પહેલાથી જ મંદ બુદ્ધિની હોય જેથી ગઈકાલ તા.૧૦/૦૩/૨૦૨૩ની રાત્રીએ કોઈને જાણ કર્યા વિના ઇન્દુગામની સીમમાં આવેલ વસંત વાટિકા સોસાયટીની બાજુમાં આવેલ ઝાડી-ઝાંખરામાં એક ફાફડાના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી તેના બીજા છેડાનો ગાળ્યો બનાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ આજરોજ થતા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોચી મૃતક તરુણીના પિતા રમેશભાઈ તોમરની ફરિયાદના આધારે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application