ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલયના સહયોગથી એક આંતરરાષ્ટ્રીય અભિયાન Y20 કાર્યક્રમ શૃંખલા અંતર્ગત "Health for well being & Sports Agenda for Youth" થીમ પર અખિલ ભારતીય સ્તરે બ્રહ્માકુમારીઝની સાથે મળીને ચલાવવામાં આવે છે. આ શૃંખલા અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વ્યારા દ્વારા તારીખ ૧૧/૦૬/૨૦૨૩નાં રોજ ‘વોક ફોર પીસ’નું આયોજન કરવામાં આવ્યું હતું આ વોક બ્રહ્માકુમારીઝ સેન્ટર લાઈટ હાઉસથી નીકળી મેઇન બજાર થઈ સયાજી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી.
આ વોકમાં વ્યારા ગામના ૧૦૦થી પણ વધુ ૧૫ વર્ષથી ઉપરનાં ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત બ્ર.કુ.અરુણાબેનનાં પ્રવચન "વોક ફોર પીસ’નું મહત્વ સાથે થઈ. ત્યારબાદ બ્ર.કુ.દીપાબેનએ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા નગરપાલિકાનાં ઉપપ્રમુખ સુધીરભાઈનું સ્વાગત કર્યું. સુધીરભાઈએ લીલીઝંડી આપી ‘વોક ફોર પીસ’ની શરૂઆત કરાવી હતી. અંતમાં બ્રહ્માકુમારી અરુણાબેન અને દીપાબેનએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભાઈ-બહેનો, પોલીસ સ્ટાફ અને મહેમાનોને શુભેચ્છા પાઠવી હતી અને બધાને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application