Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઐતિહાસિક નગરી સોનગઢ ખાતે યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ:દેશ વિદેશના ૮૦ પતંગબાજોના કલા કૌશલને સોનગઢવાસીએ મનભરીને માણ્યા

  • January 10, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાની સામેના મેદાનમાં સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન ચૌધરીની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેકટર એન.કે. ડામોરની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી પધારેલા ૮૦ પતંગબાજોના કલા કૌશલને સોનગઢ નગરવાસીઓએ મનભરીને માણ્યા હતા.પતંગ મહોત્સવના આ કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા જિલ્લા કલેકટર એન.કે. ડામોરે જણાવ્યું હતું કે, ગુજરાત રાજય પ્રવાસન નિગમ અને તાપી જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દ્વિતીય પતંગ મહોત્સવનું આયોજન સોનગઢ ખાતે કરવામાં આવ્યું હતું.આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ અવનવા પતંગો દ્વારા કરેલા કરતબોથી નગરજનો અચંબિત થઇ ગયા હતા. આ પતંગ મહોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડયા હતા. પતંગરસિયાઓએ મનભરીને પતંગ મહોત્સવને માણ્યો હતો એમ તેમણે જણાવ્યું હતું.સોનગઢ ખાતે પતંગ મહોત્સવમાં બેલ્જીયમથી આવેલા પતંગબાજ ટોમ સ્ટીવન્સે જણાવ્યું હતું કે,હું સતત ચાર વર્ષથી ભારતમાં આવું છું.અહીંની સંસ્કૃતિ ખૂબ જ સારી છે.સોનગઢ ખાતે આજના મહોત્સવમાં અમને ખૂબ સારો આવકાર મળ્યો છે.અહીંના લોકો ખૂબ સારા છે,અહીંનું આતિથ્ય માણી અમે ખૂબ ખુશ થયા છીએ એમ જણાવ્યું હતું.કંબોડિયાથી આવેલા બીજા એક પતંગબાજ સારેથ રોઉંગે જણાવ્યું હતું કે, અમે ભારતની સંસ્કૃતિથી ખૂબ પ્રભવિત થયા છે. હું ભારત અને ભારતવાસીઓની ઉત્સવપ્રિયતાનો ચાહક છું એમ જણાવ્યું હતું.સોનગઢ ખાતે યોજાયેલા આ પતંગ મહોત્સવમાં દેશી વિદેશી અવનવા આકારના પતંગોથી આકાશ રંગ બેરંગી રંગોથી છવાઇ ગયું હતુંઆંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બેલારૂસ, બેલ્જીયમ, બ્રાઝીલ, બલ્ગેરિયા, કોમ્બોડિયા, કેનેડા, ચીલી, ચાઇના, કેમરૂન, કોલંબિયા, ક્રોએશિયા, એસ્ટોનિયાના વિદેશી પતંગબાજો તથા બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કેરળ અને રાજસ્થાનના પતંગબાજોએ તેમના પતંગબાજીના કરતબોથી નગરજનોના મન મોહી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application