Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડ્રાઈવર વિના દોડતી ટ્રકે લોકોના જીવ અધ્ધર કરી નાંખ્યા:ધુલિયા-સુરત બસ સહિત ત્રણ બાઈકને અડફેટમાં લીધા:બસમાં સવાર 10 થી વધુ લોકોને ઈજા

  • January 11, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 ના ગરનાળા નીચે સર્વિસ રોડ પર ટ્રક(કન્ટેનર)ચાલક વગરની ટ્રકએ બસ અને મોટરસાઈકલને અડફેટે લેતા 10 થી વધુ બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ થઇ હતી,અચરજ જગાવે તેવી આ ઘટનામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા,આજે સવારના સમયે લગભગ 11 કલાકના અરસામાં સોનગઢ નગરમાં જે.કે.પેપર ગેટ પાસે સર્વિસ રોડ પર ટ્રક(કન્ટેનર) નંબર એચઆર-55-આર-6237 ના ટ્રક ચાલક તેની ટ્રક (કન્ટેનર) ઈસ્માલપુરા ટેકરા ઉપર ઉતરતીમાં રોડ સાઈડ પર પાર્ક કરીને નાસ્તો કરવા નજીકની હોટલ માં ગયો હતો,દરમ્યાન ટ્રક કોઈ કારણોસર ઢળાવ પર ઉભી હોવાના કારણે નીચે ઉતરી ગઈ હતી,અંદાજે 100 મિટર  જેટલી ડ્રાઈવર વિનાની ટ્રક ઢળાવ ને કારણે રસ્તા પર દોડી ગઈ હતી,જેને લઈને સામેથી આવતી એસટી નિગમની ધુલિયા-સુરત બસ  નંબર જીજે-18-વાય-79૯૯ અને રસ્તામાં આવતી બાઇક નંબર જીજે-26-ક્યુ-2542 તથા જીજે-26-એમ-9112 તેમજ જીજે-19-પી-3206 ને અડફેટે લીધા હતા,જેને પગલે બસમાં સવાર 40 મુસાફરો પૈકી દસથી વધુ મુસાફરો સહિત બસ કંડકટર ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી,જેમને તાત્કાલિક સોનગઢની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી.બનાવ અંગે એસટી બસનો ચાલક લક્ષ્મણસિંહ ગમાભાઇ બારિયા રહે,જેસવાફળિયું,ત્લ્વાદાગમ,તા-કડાણા જી-મહીસાગર નાઓની ફરિયાદને આધારે (કન્ટેનર) ટ્રક ચાલક વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.   High light-બસ સાથે કન્ટેન્ટર અથડાતા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ જવાના સાથે ભાગદોડ મચી જવા પામી હતી,એકાએક થયેલા અકસ્માતને કારણે ગભરાયેલા મુસાફરો બસની બારીયો માંથી બાહર નીકળતા હતા. High light-ડ્રાઈવર વિના દોડતુ કોન્ટેનર મોટર સાયકલ ઉપર ફરી વળતા ત્રણ મોટર સાયકલોનો કચ્ચરધાણ વાળી ગયો હતો, High light-ઈસ્માલમપુરા ટેકરા પર સર્વિસ માર્ગની બાજુમાં ધમધમતી નોનવેજ-બિરયાની ની હોટેલ પાસે હંમેશા ટ્રાફિકનો જમાવડો થતો રહે છે જેના કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે,  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application