Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:જંગલમાં ખુંખાર દીપડાએ સંતાયેલા ટ્રક ચાલકને ફાડી ખાધો:તપાસ હાથ ધરાઈ  

  • January 10, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:ગરુડેશ્વરના વાંસલા ગામે રેતી ભરી સુરત જતો ટ્રક ચાલક ચેકિંગ થી જંગલ ઝાડીઓમાં સંતાઈ ગયો હોય અને ત્યાં દીપડાનો કોળિયો બની ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,ટ્રક ચાલકનો મૃતદેહ જંગલ માંથી મળી આવતા નર્મદા વન વિભાગ અને પોલીસની ટિમો ઘટના સ્થળે દોડી હતી જોકે હજુ મૃતકનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય બહાર આવશે.મળતી માહિતી અનુસાર બિહારના અક્ષયકુમાર શ્રીરામવદન યાદવ તથા કંડ્ટર પવન યાદવ બંને બોડેલીથી રેતીની ટ્રક ભરી સુરત જતા હતા.ત્યારે નર્મદાના ગરુડેશ્વરથી પસાર થતા નર્મદા ખાણ ખનીજ વિભાગ ચેકીંગ કરતુ હોય ઓવરલોડ ટ્રક હોય કે પછી નસો કર્યો હોય પકડાઈ જવાના ડરે ટ્રક ચાલક વાંસલાગામ પાસે ટ્રક ઉભી રાખી જંગલ ઝાડી તરફ ભાગી ગયો હતો ત્યાં ઝાડીઓમાં કોઈ ખુંખાર વન્ય પ્રાણી ખોરાકની શોધમાં હોય આ સંતાયેલો ચાલક અક્ષયકુમાર યાદવ તેનો કોળિયો બની ગયો,આ દીપડા જેવા જંગલી પ્રાણીએ આ ચાલકને મોઢાના ભાગે અને પગના ભાગે બાચકા ભરી જાનથી મારી નાખ્યો હતો જેની સવારે ખબર પડી કે કોઈનો મૃત દેહ પડ્યો છે ત્યારે તપાસ બાદ આ ટ્રક ચાલક હોવાનું જાણવા મળ્યું એ બાબતે ગરુડેશ્વર પોલીસ દોડી આવી અને ગોરા રેન્જના કર્મીઓ આવ્યા બાદ આ મૃતદેહને પોલીસે પીએમ માટે મોકલ્યો હતો હવે પીએમ બાદ સત્ય બહાર આવે એમ છે.(ફાઈલ ફોટો)   high light-આ બાબતે ગોરા રેન્જના આર.એફ.ઓ.વિરેન્દ્રસિંહ ધરિયા એ જણાવ્યું હતું કે,પ્રાથમિક તબક્કે પગના નિશાન અને નખોરિયાં જોતા દીપડો લાગે છે જોકે અહીંયા ખુંખાર અન્ય પ્રાણીઓ પણ છે ત્યારે પોલીસના રિપોર્ટ બાદજ ખબર પડશે હાલ કાંઈ કહી શકાય નહિ તેમ જણાવ્યું હતું.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application