તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમમા આવેલ આવેલ શ્રી ઉકાઇ પ્રદેશ ખાંડ ઉદ્યોગ મંડળી લીમીટેડની સ્ટોરની પાછળ તા.૯મી જાન્યુઆરી નારોજ જમીન ઉપર પડેલ જીઆઇ ડીસ્ટન્સનો પાઇપ જેની કિ.રૂ.૮૦૦૦/-નો ઉચકી ચોરી કરવાની કોશિષ કરી લઇ જતા મણીલાલભાઇ નાગજીભાઇ ચૌધરી (ઉ.વ.૪૫)મુળ રહે,કટાસવણ ગામ,ગમારી ફળિયુ તા.વ્યારા,જી-તાપી,હાલ રહે,ખુશાલપુરા ગામ,ગામીત ફળિયુ તા.વ્યારા નાઓ પકડાઈ ગયા હતા,બનાવ અંગે ધીરૂભાઇ વસનજીભાઇ ગામીત રહે,વ્યારા સારોન નગર સોસાયટી અંધારવાડીનજીક રોડ,તા.વ્યારા નાઓએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે મણીલાલભાઇ નાગજીભાઇ ચૌધરી ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500