તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા તાલુકાના ચિખલદાગામના પાટીયા પાસે રોડ ઉપર તા.ચોથી જાન્યુઆરી નારોજ પરસોતમભાઇ મગનભાઇ ગામીત નાઓ પોતાના કબજાની મોટર સાયકલ નંબર GJ-05-GL-8993 લઇને મોટાબંધારપાડા થી જીલ્લા સેવાસદન વ્યારા ખાતે આવતા હતા તે વખતે સરૈયા તરફથી ચિખલદા ગામ ના પાટીયા પાસે આવતા ચાલુ મોટર સાયકલે પરસોતમભાઇની પહેરેલ ટોપી ઉડી જતા રોડ ઉપર પડી ગયેલ તેને લેવા માટે ઉભો રહેતા તે વખતે પાછળથી એક એકટીવા નંબર GJ-26-Q-3726 નો ચાલક પોતાના કબજાની એકટીવા લઇને સરૈયાગામ થી વ્યારા તરફ પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી લઇ આવી પરસોતમભાઇ ગામીતની મોટર સાયકલને પાછળથી ટકકર મારી હતી જેના કારણે પરસોતમભાઇને ડાબા સાઇડના ગાલ ઉપર તથા ડાબા પગની જાંધ ઉપર ઇજા પહોંચવાના કારણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,બનાવ અંગે પરસોતમભાઇ મગનભાઇ ગામીત (ઉ.વ.66 )રહે,મોટા બંધારપાડા બજાર ફળીયુ-સોનગઢ નાઓએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે એકટીવા મોટર સાયકલ ચાલક વિરુધ્ધ ઇ.પી.કો કલમ-279,337 તથા MVACT 177,184 મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application