Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:કેમિકલ નાંખી નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું

  • April 11, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરતમાં ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી ઝડપી પાડવામાં પોલીસને ભારે સફળતા મળી છે.સુરતનાં બુડિયા ચોકડી નજીક સોસયાટીમાં કેમીકલ નાંખીને નકલી દારૂ બનાવતો હતો પોલીસે કેમિકલના પીપ અને દારૂ ઘટના સ્થળે થી જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાંડેસરાના પોલીસ વિભાગને ખાનગી માહિતી મળી હતી કે,સુરતનાં બુડિયા ચોકડી નજીક એક વાસુદોષ સોસયાટીમાં એક મકાનમાં નકલી દારૂ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે.માહિતી મળતાની સાથે પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને રેડ કરી હતી.રેડ દરમિયાન સોસાયટીનાં મકાનમાં નકલી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો.આ મકાન માંથી પોલીસને અલગ-અલગ કેમિકલની બોટલો પણ મળી આવી હતી.હાલમાં પોલીસે સમગ્ર મામલામાં સામેલ લોકો વિરૂદ્ધ તપાસનો દોર શરૂ કરી દીધો છે અને રેડ દરમિયાન મળી આવેલ તમામ શંકાસ્પદ કેમિકલોની જીણવટીભરી તપાસ આરંભી દીધી છે. પાંડેસરા પોલીસે હાલમાં આ મામલાની વધુ તપાસ આરંભી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application