તાપીમિત્ર ન્યુઝ,કુકરમુંડા:સરકાર દ્વારા લોક કલ્યાણ અર્થે અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે,પરંતુ આ યોજનાઓનો સીધો લાભ લાભાર્થી સુધી પહોંચતો નથી,જે અંગે ચિંતન કરીને બીજેપી સરકારે લાભાર્થીને તેમને મળતા લાભો સીધા લાભાર્થીને મળે તે માટે ગરીબ કલ્યાણ મેડાની શરૂઆત કરી છે,જે અંતર્ગત તાપી જિલ્લામાં આજે જિલ્લા કક્ષાંનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો,જેમાં હજારો લાભાર્થીએ તેનો સીધો લાભ મેળવ્યો હતો.સરકારી વિવિધ યોજનાઓનો લાભ સીધા તેના લાભાર્થીઓને મળે,વચેટિયા પ્રથા નાબૂદ થાય તેને ધ્યાને રાખીને આજના દેશના વડા પ્રધાન અને જેતે સમયના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ કલ્યાણ મેળા ની શરૂઆત કરી અને તે થકી આજ પર્યત લાખો કરોડો લાભાર્થીઓને તેનો સીધો લાભ મળી ચુક્યો છે,આ પ્રકારના ગરીબ કલ્યાણ મેળો તાપી જિલ્લા ખાતે આજરોજ યોજાયો હતો,જેમાં તાપી જિલ્લાના ૨૩,૩૭૬ લાભાર્થીઓને રૂા.૧૮,૭૬,૪૮,૭૨૭/- ની સહાય વિતરણ કરાઈ હતી,આ વેળાએ મોટી સંખ્યામાં લાભાર્થીઓ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા,અને કેટલાક લાભાર્થીઓને સીધા લાભો જાહેર મંચ પરથી એનાયત કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500