તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો કરતાં લિસ્ટેડ બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી ભુજ ખાતે જેલમાં મોકલી આપવામાં આપવામાં આવ્યો છે.બુટલેગર વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વખત પોલીસના હાથે દારૂ સાથે ઝડપાય ચૂક્યો હતો.બંને ગુનાઓ અંગે વ્યારા પોલીસે આરોપી સંદીપભાઈ રમેશભાઇ રાણા રહે,ગોલવાડ-બાલવાડી પાસે-વ્યારા ની પાસા દરખાસ્ત તૈયાર કરી તાપી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ને મોકલી આપી હતી.જેના અનુસંધાને આરોપી સંદીપભાઈ રમેશભાઇ રાણા ના પાસા મંજૂર કર્યા હતા.આજરોજ તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાસા હેઠળ અટકાયત કરી યોગ્ય પોલીસ જાપ્તા સાથે ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application