રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તારીખ 19 મે 2023ના રોજ રૂપિયા 2,000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. RBIએ કહ્યું છે કે, હજુ પણ 9,760 કરોડ રૂપિયાની 2,000ની નોટો લોકો પાસે છે જ્યારે 97 ટકા નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર જે દિવસે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે દિવસે 2000 રૂપિયાની 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. લોકોને 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે તારીખ 30મી સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
RBIએ 2000 રૂપિયાની નોટ જમા અને બદલવા માટે સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી. નોટ જમા કરાવવા તેમજ બદલવાની છેલ્લી તારીખના મહિના બાદ પણ હજુ પણ 2.7 ટકા નોટો લોકો પાસે છે જે બેંકમાં જમાં કરાવી નથી. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર 2000 રૂપિયાની બેંકમાં અત્યાર સુધીમાં 97.26 ટકા નોટો જ જમા થઈ છે. હવે જ્યારે સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી લોકો RBIની 19 ઓફિસમાં રૂપિયા 2,000ની નોટ જમા કે બદલાવી શકશે. RBIની આ ઈસ્યુ ઓફિસ અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ છે. આ ઉપરાંત લોકો રૂપિયા 2000ની નોટોને ઈન્ડિયા પોસ્ટ દ્વારા RBIની ઈસ્યુ ઓફિસમાં મોકલીને તેમના ખાતમાં જમા મેળવી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500