Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિગ્ગજ અભિનેતા કાદરખાનનું ૮૧ વર્ષની ઉંમરે અવસાન:સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ

  • January 01, 2019 

નવી દિલ્હી:બોલિવુડ દિગ્ગજ એકટર કાદર ખાનનું ૮૧ વર્ષની ઉંમરે નિધન થયુ છે.સ્થિતિ ગંભીર થવા પર તેમને થોડાક સમય પહેલા જ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા વેન્ટીલેટર પર રાખવામા આવ્યા હતા.છેલ્લા ઘણા દિવસોથી તેમની સારવાર કેનેડામાં એક હોસ્પીટલમાં ચાલી રહી હતી.કાદરખાનને અંતિમવાર ૨૦૧૫મા આવેલી ફિલ્મ 'દિમાગ કા દહી'માં જોવામાં આવ્યા હતા. કાદરખાને ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.જોકે કાદરખાને કોમેડી રોલ્સને વધુ પસંદ કર્યો હતો.કાદર ખાનની કેટલીક એવી ફિલ્મો જે લોકોને સૌથી વધુ પસંદ આવી છે. જેમાં બાપ નંબરી બેટા દસ નંબરી, દુલ્હેરાજા,કુલી નંબર-૧,સાજન ચલે સસુરાલ,હમ,મુજસે શાદી કરોગી,હિમ્મતવાલા,મેં ખિલાડી તુ અનાડી,આંખે,સિક્કાનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ કાદરખાનના નિધનના અહેવાલો આવ્યા હતા. જો કે આ ખબરોને સરફરાજ ખાને અફવા ગણાવીને કહ્યું હતુ કે કાદરખાનની સારવાર ચાલુ છે. કાદરખાનના પુત્રએ સરફરાજે પીટીઆઇ સાથેની વાતચીતમાં આ અંગે જાણકારી આપી કાદરખાનને પ્રોગ્રેસીવ સુપ્રાન્યુડલીયર પાલ્સી કામ કરવાનું બંધ થઇ ગયું હતું તેમની સ્થિતી વિશે જાણકારી મળવા પર ફેન્સથી તોડીને ફિલ્સની સ્ટારો કાદરખાનનું સ્વાસ્થ્ય સારૂ થવાની પ્રાર્થન કરી રહ્યા હતાં. સુત્રોના જણાવ્યા મુજબ કાદરખાને ૩૧ ડીસેમ્બરે સાંજે ૬ વાગ્યે કેનેડાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.૩૧ ડિસેમ્બરના રોજ કાદર ખાને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાની પુષ્ટી તેમના પુત્ર શર્ફરાઝે કરી હતી.અભિનેતાની અંતિમવિધિ કેનેડામાં જ કરવામાં આવશે.કાદર ખાનના પુત્ર શર્ફરાઝે જણાવ્યું હતું કે 'મારા પિતાનું ૩૧ ડિસેમ્બરના સાંજે ૬ કલાકે (કેનેડા સ્થાનિક સમય) નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેઓ ગઈકાલે કોમામાં સરી પડ્યા હતા.છેલ્લા ૧૬-૧૭ સપ્તાહથી હોસ્પિટલના બિછાને હતા.અભિનેતાની બીમારીમાં તેમની માટે પ્રાર્થના કરનાર તમામ હિતેચ્છુઓ અને શુભચિંતકોનો તેમણે આભાર વ્યકત કર્યો હતો. કેનેડામાં કાદર ખાનનો સમગ્ર પરિવાર રહેતો હોવાથી અભિનેતાની અંતિમ વિધિ કેનેડામાં જ કરવામાં આવશે તેવી પુષ્ટી તેમના પુત્રએ કરી હતી.સને ૧૯૮૦-૯૦ના દાયકામાં કાદર ખાને બોલીવૂડમાં એક ટોચના કલાકાર તરીકેનું નામ બનાવ્યું હતું.અગાઉ ગત સપ્તાહે ભારતમાં તેમના નિધનની અફવાહ વહેતી થઈ હતી જો કે બાદમાં પુત્રએ તેનું ખંડન પણ કર્યું હતું.ખાનને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હોવાથી તબીબોએ તેમને સામાન્ય વેન્ટિલેટર પરથી વેન્ટિલેટર પર ટ્રાન્સફર કર્યા હતા.સૂત્રો પાસેથી માહિતી મળ્યા મુજબ તેઓ પ્રોગ્રેસિવ સુપ્રાન્યુકલીયર પાલ્સીથી પીડાતા હતા જેમાં વ્યકિત પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને ચાલવામાં તકલીફ પડે છે તેમજ ચિતભ્રમ થઈ જાય છે. High light-ફિલ્મ જગતમાં આવ્યા પહેલા કાદરખાન કોલેજમાં લેકચરર હતા નવી દિલ્હીઃભારતીય સીને જગતના ખ્યાતનામ કલાકાર કાદર ખાનનું ૮૧ વર્ષે કેનેડામાં અવસાન થયાના સમાચારથી નવા વર્ષના પ્રથમ દિવસે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે.કાદર ખાનનો જન્મ અફઘાનીસ્તાનના કાબુલમાં થયેલ.તેમણે સરકારી શાળા માંથી શિક્ષણની શરૂઆત કરેલ.તેમણે ઈસ્માઈલ કોલેજ માંથી પોતાનું ગ્રેજયુએશન પુરૂ કરેલ.ઉપરાંત તેઓએ એન્જીનીયરીંગમાં ડીપ્લોમાં પણ કરેલ.ફિલ્મોમાં આવ્યા પહેલા કાદરખાન એક કોલેજમાં લેકચરર તરીકે કાર્યરત હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application