તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સને ૨૦૧૮ ના વર્ષની વિદાય અને ૨૦૧૯ ના વર્ષના આગમનને વધાવવા માટે ઉજવવામાં આવી રહેલી થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર ને લઈને તાપી જિલ્લા પોલીસે એકશન પ્લાન તૈયાર કરી નાખ્યો છે,થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરની ઉજવણીના બંદોબસ્તમાં તાપી જિલ્લાના ૩-ડીવાયએસપી,૩-પીઆઈ,૧૪-પીએસઆઈ તેમજ ૩૬૦ પોલીસ ખાતાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે,નવા વર્ષની ઉજવણી કાયદા-કાનૂનની સીમાઓમાં રહીને થાય તે માટે ૧૭ ટીમ સાથે એક્શન પ્લાન અમલી બનાવી દીધો છે,જિલ્લામાં આવેલ તમામ ફાર્મ હાઉસ,પાર્ટી પ્લોટ,ગેસ્ટ હાઉસ,વાડીઓ વિગેરે કાર્યક્રમના સ્થળોએ સ્થાનિક પોલીસ ખાતાના માણસો દ્વારા બાઝ નજર રાખવામાં આવશે,તાપી જિલ્લાની હદ મહારાષ્ટ્ર રાજ્યની હદ સાથે જોડાયેલ હોય જેથી જિલ્લામાં આવતા જતા માર્ગ ઉપર કુલ ૧૭ નાકા ચેક પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે,જેથી આંતર રાજ્ય માંથી આવતો વિદેશી દારૂની હેરાફેરીને રોકી શકાય તેમજ ચેકપોસ્ટ ઉપર બ્રેથ એનાલયઝર થી વાહન ચાલકોનું ચેકિંગ કરી વાહન ચાલક દારૂ પીને વાહન ચલાવતો જણાઈ આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
high light-થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરની ઉજવણીના બંદોબસ્તમાં તાપી જિલ્લાના ૩-ડીવાયએસપી,૩-પીઆઈ,૧૪-પીએસઆઈ તેમજ ૩૬૦ પોલીસ ખાતાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500