તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના વાડી ભેસરોટ ગામે યોજવામાં આવેલી ગ્રામસભામાં એક પણ અધિકારી ઉપસ્થિત ન રહેતા ગામલોકોએ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો.તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના વાડી ભેંસરોટ ગામે શનિવારે સવારે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું ગામમાં પ્રવર્તતા રસ્તા,પાણી,સિંચાઈ,પશુપાલન,આરોગ્ય,મનરેગા, વીજળી તેમજ પૈસા એક્ટ બાબતેના પ્રશ્નોના નિરાકરણ માટે મોટી સંખ્યામાં લોકો ગ્રામસભામાં ભેગા થયા હતા.પરંતુ આ ગ્રામસભામાં તલાટી અને ગ્રામ સેવક સિવાય જિલ્લા અને તાલુકા કક્ષાએથી એક પણ અધિકારી બપોર સુધી ઉપસ્થિત ન રહેતા ગામના એકપણ પ્રશ્નનું નિરાકરણ આવે તેમ ન હોય ગામલોકોએ સરપંચ સાથે મળીને ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application