તાપીમિત્ર ન્યુઝ,નિઝરનિઝરના વેલદા પાણીની ટાંકી સામે ખોડદા ગામના બે ટોળા વચ્ચે થયેલી મારામારીમાં ચપ્પુ,સ્ટીલના પાઇપ,લાકડાથી ટોળાએ એકબીજાને ગંભીર ઇજા પહોંચાડી હતી,બનાવ અંગે નિઝર પોલીસ મથકે સામસામે ફરિયાદ રજીસ્ટર થઇ હોવાનું જાણવા મળ્યું છે,મળતી માહિતી મુજબ તા.28મી ડીસેમ્બર નારોજ સાંજના સમયે વેલદા પાણીની ટાંકી પાસે ચા-નાસ્તાના ગલ્લાની સામે જુની અદાવતમાં થયેલો ઝઘડો લોકો માટે સાઉથની ફિલ્મ જેવા દ્રશ્ય સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે.
તાપી જીલ્લાના અતિ છેવાડે આવેલ નિઝર તાલુકાના ખોડદા ગામના ના બન્નુ ફળીયાના રહીશ હેમંતભાઇ શીવાજીભાઇ વળવીએ ફરીયાદમાં જણાવ્યુ હતું કે કે,ખોડદા ગામનાના જ રહીશ દિલીપભાઇ સામાભાઇ વળવી,મહેશભાઇ દિલીપભાઇ,જયેશભાઇ દિલીપભાઇ,વીરેન્દ્રભાઈ મધુભાઇ,વિપુલભાઇ રમેશભાઇ,નરેશભાઇ રાવજીભાઇ,રમેશભાઇ નાઓએ વેલદા પાણીની ટાંકી પાસે આવીને હેમંતભાઇને ગરદન નજીક સ્ટીલના પાઇપથી માર માર્યો હતો.તેમજ રાજુભાઈ જાલમસિંગભાઈ પાડવીને ડાબા કાનમાં તથા કાનની નીચે ચપ્પુથી ઘા કર્યો હતો.ઝઘડો થતા બચાવવા વચ્ચે આવેલા જીતેનદ્રભાઇને જમણા ગાલ ઉપર નખ મારી તથા કાંતીલાલભાઇ દેવજીભાઇ પાડવીને પીઠના પાછળના ભાગે ટોળા માંથી કોઇકે ચપ્પુથી ત્રણેક ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયા હતા.જીવલેણ હુમલો કરનાર સાત ઇસમો સામે કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે.જયારે દિલીપભાઇ સામાભાઇ વળવીએ નિઝર પોલીસ મથકે ખોડદાના જ રહીશ જીતેન્દ્રભાઇ જાલમસીંગ પાડવી અને અક્ષયભાઇ રાજુભાઇ પાડવી સામે ફરીયાદ કરી છે.ફરીયાદમાં જણાવ્યું છે કે,વેલદા ટાંકી પાસે આવી દિલીપભાઇને માથાના ભાગે લાકડાના સપાટા મારી તથા મહેશભાઇ દિલીપભાઇ અને જયેશભાઇ દિલીપભાઇ,વીરેન્દ્રભાઈ ને ઢીક્કામુક્કીનો માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.સમગ્ર મામલે બંને પક્ષોની ફરિયાદ પોલીસ મથકે રજીસ્ટર કરવામાં આવી છે,આગળની વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી.વસાવા કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500