Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના જેસિંગપુરા પાસે રોંગ સાઇટ પર દોડતી કારની અડફેટમાં બાઈક ચાલક યુવકનું મોત

  • December 27, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામની સીમ માંથી પસાર થતા વ્યારા થી ઉનાઇ જવાના નેશનલ હાઇવે નં-૫૬ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક આજરોજ સફેદ કલરની ફોર વ્હીલ ગાડી નંબર જીજે-૧૯-એમ-૭૪૨૩ ના ચાલકે પોતાના કબજાની કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઈડમાં હંકારી લાવી એકટીવા મોટર સાયકલ નંબર જીજે-૨૬ કયુ-૦૦૨૯ ને અડફેટમાં લીધી હતી અને કાર પલટી થઈ હતી,એક્ટિવા પર સવાર રાહુલ રોડ ઉપર ફેંકાઈ જતા મોઢાના ભાગે તથા માથામાં પાછળના ભાગે તેમજ બન્ને પગે ગંભીર ઈજા તથા શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા રાહુલભાઈ રશીકભાઈ ગામીત (ઉ.વ.૨૧) રહે,ઘંતુરી ગામ બંગલી ફળીયું-ડોલવણ નું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે કાર ચાલક ફોર વ્હીલ ગાડી મુકી સ્થળ ઉપરથી નાશી ગયો હતો બનાવ અંગે રશીકભાઈ વેલીયાભાઈ ગામીત રહે,ઘંતુરી ગામ બંગલી ફળીયું તા.ડોલવણ જી.તાપી નાઓએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે અજાણ્યાં કાર ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરવાં આવ્યો હતો.આગળની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.જી.રાઠોડ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application