Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

"ફેક ન્યુઝ" અંગે મોદી સરકારે વિવાદી પરિપત્ર પાછો ખેંચ્યો

  • April 03, 2018 

નવી દિલ્હી:ફેક ન્યૂઝ અંગે આજે નાટકિય ઘટનાક્રમ થયો હતો. પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ફેક ન્યૂઝ અંગે પત્રકારો સામે આકરા પગલા ભરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો.પરિપત્ર જાહેર થતા જ વિરોધ ઉઠયો હતો. કલાકોમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિવાદી પરિપત્ર પાછો ખેંચ્યાના ન્યૂઝ આવ્યા.સમાચાર પ્રમાણે ચૂંટણીના વર્ષમાં મોદી સરકારે મીડિયા જગત માટે અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે.ફેક ન્યૂઝ આપનાર પત્રકારને બ્લેકલીસ્ટ કરી દેવાની કાર્યવાહી સરકાર કરી શકશે.આ પરિપત્ર મોદીજીએ પરત ખેચીને પ્રેસ કાઉન્સીલને મોકલી આપ્યો છે. ફેક ન્યૂઝ અંગે નિર્ણય કરવાની જવાબદારી હવે પ્રેસ કાઉન્સીલની રહેશે તેમ સમજાય છે.સૂચના-પ્રસારણ મંત્રાલય પત્રકારોની માન્યતા (એક્રીડેશન) સંબંધિત નિયમોમાં ફેરફારો કર્યા છે.પત્રકાર દ્વારા ફેક ન્યૂઝ - ખોટા સમાચારો અપાશે તો તેને દોષિત જાહેર કરીને માન્યતા રદ કરી દેવાશે. સૂચના-પ્રસારણ મંત્રાલયના સૂત્રો જણાવે છે કે ખોટા સમાચાર અપાયાનું સાબિત થશે તો પ્રથમ વખત જે તે પત્રકારની માન્યતા છ મહિના માટે રદ કરાશે. એ જ પત્રકાર બીજી વખત દોષિત જાહેર થાય તો તેની માન્યતા એક વર્ષ માટે રદ થશે.ત્રીજી વખત દોષિત જાહેર થાય તો પત્રકારની માન્યતા - એક્રીડેશન કાયમ માટે રદ કરાશે. શંકાસ્પદ સમાચાર જે તે પત્રકારે ૧૫ દિવસમાં તેને સાચા સાબિત કરવા પડશે.પત્રકારની માન્યતા અંગેના નિયમોમાં પણ ફેરફાર થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application