Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:કેવડિયા બંધ દરમિયાન નોકરી પરથી છુટા કરાયેલા યુવાનોને નોકરી પર લેવાયા

  • December 27, 2018 

રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટને લીધે આદિવાસીઓનો વિનાશ થયો હોવાનું કારણ આગળ ધરી સ્થાનિક આદિવાસી નેતાઓએ ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ દરમિયાન કેવડિયા અને ગરૂડેશ્વર તાલુકા બંધનું એલાન જાહેર કર્યું હતું.જેને પગલે ત્રણ દિવસ કેવડિયા સજ્જડ બંધ પણ રહ્યું હતું.આ બંધ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા આદિવાસી યુવાનો નોકરી પર ગયા ન હતા.બાદ ખાનગી એજન્સીએ યુવાન-યુવતીઓને એમ કહીને નોકરી પરથી છુટા કર્યા હતા કે,તમે બંધ દરમિયાન ત્રણ દિવસ નોકરી પર ન્હોતા આવ્યા એટલે તમારે હવે આવવાની જરૂર નથી.બાદ એ યુવાન-યુવતીઓએ નોકરી પરત મેળવવા રસ્તા-રોકો અંદોલન પણ કર્યું હતું.બીજી તરફ આ આદિવાસી યુવાન-યુવતીઓએ નોકરી પરથી છુટા કરાવવામાં સીધો હાથ નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાનો હોવાનો ખુલ્લો આક્ષેપ આદિવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવાએ લગાવતા ખળભળાટ મચી ગયો હતો.બીજી તરફ ખાનગી એજન્સીએ આદિવાસી યુવાન-યુવતીઓને નોકરી પરથી છુટા કર્યા હોવાની બાબત નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાને ધ્યાને આવતા તેમણે તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક્ષક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરની એ ખાનગી એજન્સી સાથે બેઠક કરી હતી.અંતે એ તમામને કલેકટરના આદેશથી નોકરી પર પરત લેવાનો નિર્ણય લેવાયો હતો.હાલ 100 લોકોને નોકરી પર પરત લેવાયા છે બાકીના પણ નોકરી પર લેવાશે.   high light-નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ જણાવ્યું હતું કે,જેનું જિલ્લામાં કોઈ જ અસ્તિત્વ નથી એવા કેહવાતા આદિવાસી આગેવાનોની વાતોમાં કોઈએ આવવું જોઈએ નહીં.નર્મદા જિલ્લા વહીવટીતંત્ર આદિવાસીઓની સાથે જ છે.કોઈની પણ રોજગારી છીનવાઈ એવું વિચારે જ નહીં.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્થાનિક આદિવાદીઓને 100% નોકરી પર લેવાશે જ.પણ અમને જેમ જેમ લિસ્ટ મળશે તેમ તેમ લેવાશે, કોઈને પણ અન્યાય ન થાય એનું અમે ધ્યાન રાખીશું.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application