તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ખાનગી ટ્યુશન કલાસીસના સંચાલકો દ્વારા વિધાર્થીઓને લઈને ડાંગ જીલ્લાના પ્રવાસે આવેલી લકઝરી બસ મહાલ-બરડીપાડા રોડ પર ઢાળ માંથી નીચે ઉતરતા ઊંડી ખીણમાં ખાબકી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં ચાર જેટલા વિધાર્થીઓના મોત નીપજ્યા છે.જયારે અન્ય વિધાર્થીઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એક ટ્યુશન કલાસીસના સંચાલકો દ્વારા આજરોજ ગુરૂ કૃપા ટ્રાવેલ્સ બસ નંબર જીજે-૫-ઝેડ-૯૯૯૩ માં આશરે ૪૦ થી વધુ વિધાર્થીઓ અને ૧૦-૧૨ જેટલા વાલીઓ લઇ ડાંગ જીલ્લાના પ્રવાસે આવ્યા હતા.આ વિધાર્થીઓ શબરીધામ,પંપા સરોવર સહિતના સ્થળો ફરીને પરત આવી રહ્યા હતા તે વેળાએ ડાંગ જીલ્લાના મહાલ બરડીપાડાના ઢાળ વાળા રસ્તા પર બસ ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા વિધાર્થીઓ ભરેલી બસ આશરે ૩૦૦ ઊંડી ખીણમાં ખાબગી હતી.જેના કારણે અત્યાર સુધી ચાર વિધાર્થીઓના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.ત્યારે મોડીરાત્રે આ મૃત્યુ આંક વધી ને ૮ જેટલા વિધાર્થીઓ ના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે,અન્ય વિધાર્થીઓ અને વાલીઓ ને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં તેમજ ઈજાગ્રસ્તો પૈકી મોટેભાગના વિધાર્થીઓને સુરત ખાતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે,બનાવ અંગે જાણ થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ બચાવ કામગીરીમાં જોતરાયા હતા.ડાંગ અને તાપી જિલ્લાની ઈમરજન્સી સેવા ૧૦૮,સોનગઢ નગરપાલિકા ફાયરના જવાનો,સોનગઢ મામલતદાર સ્ટાફ,ડાંગ જિલ્લા તંત્ર,પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને બચાવ કામગીરીમાં જોડાયા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ આંક વધીને કુલ ૮ જણા મોતને ભેટ્યા હોવાનું જણાવા મળ્યું છે.મૃત્યુ આંક વધી શકે તેવી શકયતા સેવાઇ રહી છે,(update)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application