Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લા ખાણ ખનીજ વિભાગના સ્ટાફના પરિવારજનો પર હુમલો કરવાની ધમકી અપાઈ:પોલીસ તપાસ શરૂ

  • December 22, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તાપી જીલ્લામાં ખનીજ ચોરટાઓ પર ગાળ્યો કસવા માટે કમર કસી રહ્યું છે ત્યારે તાપી જીલ્લા ખાણ ખનીજ વિભાગની કચેરીમાં ફરજ બજવતા રોયલ્ટી ઇન્સ્પેકટર,માઈન્સ સુપર વાઈઝર અને સર્વેયરના પરિવારજનો ઉપર હુમલો કરવાની ધમકી આપી હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર થયો છે,જેને લઇ મહત્વની સરકારી કચેરીઓમાં ફરજ બજવતા સ્ટાફ અને તેમના પરિવારજનોની સુરક્ષાને લઇ અનેક સવાલો ઉભા થયા છે, સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાપી જીલ્લામાં રોયલ્ટી ભર્યા વિના અને ગેરકાયદેસર રીતે રેતી ખનન અને રેતી સપ્લાય કરવાનો ગૌરખ ધંધો પુરજોશમાં ચાલી રહ્યો છે,જેને લઇ તાપી જીલ્લા ખાણ ખનીજ વિભાગ પણ એક્શન આવી ગયું છે,અને જુદાજુદા માર્ગો પર ચેકિંગ હાથ ધર્યું છે,ત્યારે તા.18મી ડીસેમ્બર નારોજ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર મેહુલકુમાર ભરતભાઇ શાહ સ્ટાફ સાથે વાહન ચેકિંગમાં હતા તે વેળાએ સોનગઢ તરફ જતા હાઇવેની જમણી બાજુ આવેલ ખોડીયાર હોટલ પાસે ટ્રક નંબર GJ-19-X-4910 માં તપાસ કરતા તેમાં ઓવરલોડ ગેરકાયદેસર રોયલ્ટી પાસ કરતા વધારે ખનીજ રેતી ભરી તેનુ વહન કરી લઇ જતાં હોવાનું જાણવા મળ્યું હતું,કાર્યવાહી દરમિયાન ટ્રક ચાલક નાસી પણ છૂટ્યો હતો જેથી અધિકારીઓ ટ્રક લઇ તેમની કચેરીએ આવતા હોય તે વખતે વ્યારા-એચપી પેટ્રોલ પંપ પાસે આવેલ વજન કાંટા પાસે ટ્રક વજન કરવા ઉભી કરતા ત્યાં કાર લઈને આવેલો ધર્મેશભાઇ ચોધરી નામના ઇસમે બોલચાલી કરી હતી અને કાયદેસરની ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો,ત્યારબાદ રેતી ભરેલી ટ્રક ને વ્યારા ખાતે આવેલ જીલ્લા સેવા સદનનાં કંમ્પાઉન્ડમાં પાર્ક કરતા હતા તે સમયે કંમ્પાઉન્ડમાં એક ટોળા સાથે ધસી આવેલ ધર્મેશભાઇ ચોધરીએ રોયલ્ટી ઇન્સ્પેકટર,માઈન્સ સુપર વાઈઝર અને સર્વેયર સાથે દાદાગીરી કરી તેમના પરિવારજનો ઉપર હુમલો કરવાની ધમકી આપી ટ્રક ચોરી કરી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સિક્યુરીટીએ ટ્રકને ગેટની બાહર નીકળવા દીધી નહી,બીજી તરફ ૧૦૦ નંબર પર મળેલ વર્દીને આધારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી,તેને જોઈ ટોળુ નાસી છૂટ્યુ હતું,બનાવ અંગે રોયલ્ટી ઇન્સ્પેકટર મેહુલભાઈ શાહ એ ટ્રક ચાલક તથા ધર્મેશભાઇ લાલજીભાઇ ચોધરી રહે,નવી વસાહત,વાસકુઈ,તા.બારડોલી,જી.સુરત વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરી સોનગઢ પોલીસ દ્વારા આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, High light-ખાણ ખનીજ વિભાગના સ્ટાફનો પીછો કરવામાં આવ્યો.. સોનગઢ તરફ જતા હાઇ-વેની જમણી બાજુ આવેલ ખોડીયાર હોટલ પાસેથી વ્યારા કાટગઢ ગામની સીમમાં આવેલ એચપી પેટ્રોલ પંપ સુધી અને ત્યારબાદ વ્યારા જીલ્લા સેવા સદનના કમ્પાઉન્ડ સુધી...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application