Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલાના જુનારાજ પાસે ટેમ્પો પલટી ખાતા 35 ને ઇજા 

  • April 01, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:રાજપીપલાના લીમડા ચોક અને નવાફળીયામાં રહેતા માછી સમાજના ભક્તો રવિવારે રાજપીપલા નજીકના જુનારાજ ખાતે આવેલા ઢેંકી હનુમાન મંદિરે એક ટેમ્પો લઈ 40 થી 45 જેવા ભક્તો દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યાં મંદિર થી થોડૅકજ પાસે મંદિરે પોહ્ચવાની તૈયારી માંજ અચાનક ટેમ્પો રોડ પર પલટી ખાઈ જતા બૂમરાણ મચી હતી ત્યારે અકસ્માતમાં ઇજા પામેલા તમામ 35 જેવા લોકોને તાત્કાલિક રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સિવિલ માં પણ આજે રજા ના કારણે ઇમર્જન્સીમાં ફક્ત એકજ ડોક્ટર હાજર હતા ત્યારે નિયમ મુજબ આવા અકસ્માતો માટે લાગતા વળગતા ડોક્ટરો કે જવાબદાર ઇન્ચાર્જો એ હાજર રહેવાનું હોય પરંતુ આ તમામની સારવાર બાદ બે થી ત્રણ ને વડોદરા રીફર કરાયા ત્યાં સુધી કોઈજ જવાબદારો હાજર ન હતા અને ફક્ત એકજ ડેપ્યુટેશન પર મુકાયેલા મેડિકલ ઓફિસરે બાજી સંભાળવી પડી હતી જોકે એમની મદદમાં અન્ય એક મેડિકલ ઓફિસર દોડી આવ્યા પરંતુ અન્ય કોઈજ જવાદારો ફરક્યા ન હતા,સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન હતી.ટેમ્પોમાં સવાર તમામ  મુસાફરોને ઓછીવત્તી ઈજાઓ પહોંચી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application